એક વાંદરો જંગલમાં આરામથી રહેતો, અસંખ્ય ઝાડ ઉપર ફરતો, મીઠાં ફળ ખાતો........
એક દીવસ આંબાના ઝાડ પર પાકેલી કેરીઓ ખાઇને એક ડાળી પર આડો પડ્યો... .વિચારે ચડ્યો..... આ શું નાનાં નાનાં ઝાડ ની ડાળીએ ફરવું કુદવું...... સૌથી ઉંચા ઝાડ પર ચડું......
અને એક પછી એક ઝાડ જોતો જોતો , હજી આનાથી ઉંચું...... હજી ઉંચું... એમ વિચારતો એક શહેરમાં પહોચી ગયો..... ત્યાં એની નજર એક નવાજ ફળવાળા નવાજ ઝાડ પર પડી... જે એણે જંગલમાં ક્યારેય જોયું ન હતું, અને ઉંચાઈ પણ ખુબ હતી ઝાડની...... એ નાળીયેરી હતી, વાંદરો એના પર ચડી ગયો, એણે એનું ફળ નાળીયર તોડ્યું.... ગોળ ગોળ ફેરવ્યું.. . કોઇ તરફથી બચકું ભરાયું નહી, થોડી વારમાં નીચે ઉતરી જંગલમાં જઇ ને આંબાની ડાળીએ પગ પર પગ ચડાવી સુઇ ગયો....
એક યુવાન વાંદરાએ આવી પુછ્યું શું થયું બાપા....
એણે કહયું કાંઇ નહી, બસ આરામ કરું છું, પણ તને બે સીખામણ આપું, બહું ઉચાઇ પર ના જવું.... કેમકે ત્યાં આરામ કરવાની કોઇ ડાળી હોતી નથી..... અને બીજી સલાહ મોટું દેખાતું ફળ ક્યાં થી ખાવું એ સમજાતું નથી.....
યુવાન વાંદરો હશ્યો અને બોલ્યો........
બાપા સીધે સીધું કહોને કે આપણું જંગલ સારું છે , કદી દિલ્હી ના જવું...........