સાચી સમજ.
ત્રણે લોકમાં રાધાજીનાં જ ગુણગાન સંભાળી
નારદજી મનમાં વિચારે છે ; હું પણ શ્રીકૃષ્ણને
ખૂબ પ્રેમ કરુ છું, રાતદિવસ નારાયણ.....
નારાયણ...જાપ કરૂ છું, તો મારુ નામ કેમ કોઈ
નથી લેતું. આજ વાત સમજ માં નથી આવતી.
એ તો ગયા શ્રીકૃષ્ણ પાસે આ વાત નો મર્મ જાણવા. ત્યાં જઇને જોયું તો!!! શ્રીકૃષ્ણ તો અસહ્ય માથાના દુઃખાવા થી પીડાઈ રહ્યાં છે.
નારદજી એ કહ્યુ હે પ્રભુ ! આપનું આ દર્દ
મારા હૃદયના રક્તથી પણ જો શાંત થતુ હોય ,
તો હું આપવા તૈયાર છું.
ભગવાન કહે મારા કોઈ ભક્ત નું ચરણામૃત
મળે તો આ મારુ દર્દ દુર થાય. નારદજી કહે ,
પ્રભુ ભક્ત નું ચરણામૃત ???
શ્રીકૃષ્ણ કહે હા. નારદજી મનમાં વિચારે
કે, પ્રભુ ને પોતાના પગ ધોયેલું પાણી પીવરાવી
કોણ નર્ક માં જવા તૈયાર હોય.
કૃષ્ણ નારદજી ને રુકમણી પાસે જવાનું કહે
છે. નારદજી જઇને પ્રભુ નાં દર્દ ની અને નિવારણ
ની વાત કરે છે. આ સાંભળી રુકમની તરતજ નાં
કહે છે, હું આ ઘોર પાપ ના કરી શકુ. નારદજી પાછા શ્રીકૃષ્ણ પાસે આવી ને સઘળી વાત કહે
છે.
કૃષ્ણ કહે કે હવે તમે રાધા પાસે જઇને
મારી પીડા જણાવો. નારદજી રાધાજી પાસે
જઇને કૃષ્ણની પીડા જણાવે છે અને રાધાજી
ને ચરણામૃત આપવા કહે છે.
નારદજી ની વાત સાંભળી રાધા તરતજ
એક તાસક માં પાણી લઇ પોતાના બન્ને પગ
બોળી એ પાણી નારદજી ને આપી તરતજ
કૃષ્ણા ને આપવા કહે છે.
નારદજી રાધા ને પૂછે કે ; પ્રભુ ને આપનું
ચરણામૃત આપી તમને નર્કમાં સ્થાન મળશે.
રાધાજી બોલ્યા મારા કૃષ્ણા ની પીડા શાંત કરવા અનંત યુગો સુધી પણ નર્ક ભોગવવા તૈયાર છું.
દેવર્ષિ ને સમજ માં આવી ગયું કે કેમ રાધા પૂજનીય છે. એ પણ રાધે રાધે કરતા ચાલી
નીકળ્યા.
જાગૃતિ રાઠોડ