આજનો શબ્દ - આવકાર
આજનો મારો વિચાર
???
આવકાર એ આત્માનો ખોરાક છે. આવકાર મળે તો મનુષ્ય સંતુષ્ટ અને પોતીકાપણાંનો એહસાસ કરે. આને માનવની પ્રકૃતિ કહો કે સ્વભાવ પણ જ્યાં એને આવકાર મળે ત્યાં એને ફરીવાર જવાની ઈચ્છા પ્રગટ થાય. પણ જ્યાં આવકાર ન મળે ત્યાં આલિશાન બંગલાઓ હોય તો પણ મનુષ્યનું મન તેને ત્યાં જતાં રોકે.
ગરીબના ઝૂંપડામાં ચટણી-રોટલો ખાઈએ ને એમનો પ્રેમાળ આવકાર હોય તો એ ચટણી-રોટલામાં પણ મીઠો ઓડકાર આવે.
વડીલો, સગા-સંબંધીઓ, મહેમાનો, ગુરુજનો, વગેરે તમારા આવકારના ભૂખ્યા છે. પ્રેમથી તમારાં આંગણે આવેલા દરેકને આવકાર મળે તો એના ચહેરાનું સ્મિત તમને પણ ચમકાવી મૂકે.
❤ હૈયાંની વાત ❤
આવે કોઈ તુજ આંગણે,
આવકાર મીઠો આપજે,
પ્રેમભરી બે વાતો કહીને,
મહેમાનનો તું આદર રાખજે,
મળી જવાનું છે આ માટીમાં એક'દી,
આ વાત તું બસ યાદ રાખજે,
જીતી લે મન સમગ્ર સૃષ્ટિનું,
આવકાર મીઠો આપજે..
???
✍ ઈરફાન જુણેજા
? અમદાવાદ
? ૦૪/૧૦/૨૦૧૮
? irfanjuneja.wordpress.com
? irfan-juneja.webnode.com