Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજ...

ચાલ માન્યું...!
હા હું જ નાસમજ હતો !
પણ તું તો સમજદાર હતી.

એ પણ માન્યું...!
પ્રયત્ન મેં ના કર્યો સામેથી બોલવાનો,
પણ, શું તે કદી જાણવાની કોશિશ પણ કરી ?

જોયું હવે...!
રહ્યા અબોલા આટઆટલા દિ,
તોય ના રેહવાયું દૂર એકબીજાથી.

અરે જો તો...!
શેનો ગુસ્સો હવે આમ અમાપ મુજપર,
લડવું તો મારેય છે, પણ એજ જુના હકથી.

સાંભળ ગાંડી...!
ફિકર તો તારી આજેય આ દિલને એટલીજ છે, પણ !
દર્દ તારા દિલનું ના સમજું, એટલો પણ હું નાસમજ નથી.

મિલન લાડ. વલસાડ - સુરત.

Gujarati Shayri by Milan : 111036033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now