રામરાજ્ય ટીવી પર આપનું સ્વાગત છે મિત્રો , આજે આપણીં સાંથે મુખ્યમંત્રી સાહેબ હાજર છે... તો આવો એમને કેટલાક સવાલો પુછીએ.........
એન્કર : હા તો સાયેબ તમે વિજય કેમના બન્યા , આપના કરતાં પણ અનુભવી લોકો મુખ્યમંત્રીની રેસમાં હતા છતાં આપનો વિજય કેમનો થયો કેમ મોવડી મંડળે આપના પર પસંદગી ઉતારી.......
સીએમ સાહેબ : જુઓ ગુજરાત એક સાંત રાજ્ય છે, અને હવે તો પીએમ પણ આપણાં છે, એટલે વિકાસ સીવાય કોઇ વાત નહી....બસ વિકાસ વિકાસ અને વિકાસ....
એન્કર: સાયેબ મારો બીજો પ્રશ્ન તમે શિક્ષણ કેટલું મેળવેલું.......
સીએમ સાહેબ : તમે ક્ષિક્ષણ ને લગતો સરસ સવાલ ઉઠાવ્યો.... બાર હજાર કરોડની યોજના છે, વાદ નહી વિવાદ નહી વિકાસ સીવાય વાત નહી.....વિકાસ વિકાસ અને વિકાસ.....
એન્કર : ખુબ સરસ જવાબ આપ્યો સાહેબ, હવે એ કહેશોકે તમારા બાવીસ વર્સના સાસનમાં ગુજરાતમાં કેટલી સરકારી યુનીવર્સીટી સ્થપાઈ, સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓ ,કોલેજો મેડીકલ કોલેજો નવી બની.....
સીએમ સાહેબ : જુઓ આપણાં પીએમ સાહેબ સતત પ્રવાસો કરી અથાગ પ્રયત્નો કરે છે, વિકાસ.... વિકાસ અને વિકાસ થય રહ્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ એજ અમારુ સુત્ર છે....
એન્કર: સાહેબ આપણા ગુજરાતના કેટલાય જીલ્લામાં હજીપણ સરકારી સીવીલ હોસ્પીટલ નથી... એ વીષે કાંઈ કહેસો.......
સીએમ સાહેબ : જુઓ વિકાસને કોઈ રુંધી નહી શકે, કોગ્રેસે વિકાસમાં રોડાં નાખવાનાં બંધ કરવા જોઇએ, એની મેલી મુરાદ પ્રજા સમજી ચુકી છે, માટે વિકાસ.... વિકાસ... અને વિકાસ.... વિકાસ સીવાય કોઇ વાત નહી.....
એન્કર : તો દર્શક મિત્રો આજે આપે જોયું કે મુખ્યમંત્રી સાહેબે શિક્ષણ આરોગ્યને લગતી સેવાઓની આપણી સાંથે સરસ વિસ્ત્રુત ચર્ચા કરી, તથા ભવિષ્યમાં તે વિષયે સરકાર શુ કરવા માંગે છે એની સુંદર માહીતી આપી.....ખુબ ખુબ આભાર સાહેબ.....
સીએમ સાહેબ : હજારો કરોડોની યોજનાઓ સાહેબે આપણને આપી છે, વિકાસ થય રહ્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ... એજ અમારુ લક્ષ છે.... નમશ્કાર....
એન્કર : દર્શક મિત્રો આશા રાખું કે આ વાર્તાલાભ થી આપને એ સમજાયું હશે કે સાહેબ કેવી રીતે વિજય બની સીએમ બન્યા.....મોવડી મંડળે એમનીજ પસંગી કેમ કરી...... આભાર મિત્રો.....
એક બ્રેક પછી હવે પ્રસ્તુત થશે અમારો નવો કાર્યક્રમ ' રામરાજ્ય ની સુખી પ્રજા '