#MKGANDHI
न भूतो न भविष्यति
મહાત્મા ગાંધીજી... એક વ્યક્તિ નહીં પણ એક વિચારધારા. આજીવન સત્યનું આચરણ કરનાર અને 'સત્યના પ્રયોગો' થકી જીવનને સાર્થક કરનાર એટલે મહાત્મા ગાંધીજી.
સત્ય,અહિંસા,પ્રેમ,સદભાવ જેવા ગુણો દ્રારા દુનિયાભરનાં પથદર્શક અને બ્રિટિશરોની આંખોમાં સતત ખટકતી કણી. 'જીતવા માટે લડાઈનો જ આશરો લેવો જરુરી નથી' આવું જ્ઞાન આપનાર એટલે મહાત્મા ગાંધીજી.
બંદૂકની ગોળી કદાચ મહાત્મા ગાંધીજીનાં શરીરને ભેદી શકે પણ મહાત્મા ગાંધીજીનાં વિચારોને ભેદવા અશક્ય છે.
ધન્ય ભારતવર્ષની ધરા જે મહાત્મા ગાંધીજીની માતૃભૂમિ બની.
-સાગર બી.ઓઝા