# MJGANHI
ગાંઘીજી એટલે સત્યના પૂજારી. 'સત્યના પ્રયોગો ' નામની આત્મકથા ગાંધીજીના આ ગુણની સાક્ષી છે. સિગરેટ થી લઈને કસ્તુરબા સાથેના સંબંધ ની સત્યતા તેમણે આત્મકથા માં કહી છે. કે જે એક વિરલો જ કરી શકે. સત્યમાં જે તાકાત છે તે બીજા એકેય માં નથી. દેશને આઝાદી અપાવવાની તાકાત ગાંધીજીને આ ગુણે જ આપી હતી.સત્યનિષ્ઠ વ્યક્તિને બીજા ગુણો આપોઆપ વારે છે,તેવી રીતે ગાંધીજીમાં પણ અહિંસા, ત્યાગભાવના, પરોપકાર, પ્રેમ,નિષ્ઠા, યોગ, અડગતા જેવા ગુણો સમાહિત હતા.'ખોટું કદી બોલવું નહીં અને જ્યાં પણ ખોટું થતું હોય તેનો વિરોધ કરવો ' એ ગાંધીજીના સિદ્ધાંતનો અમલ જો દરેક ભારતીય કરે તો ચોક્કસ ભારત એક ભ્રષ્ટાચાર મૂક્ત દેશ બને.
*******************************