ઘણી વખત પરિસ્થિતિ એટલી બધી વિપરિત થઈ જતી હોય છે આપણે કદાચ થાકી નહિ પણ હારી જતા હોઈએ છે... કદાચ એ વ્યક્તિ થી, એ સમય થી, એ સંજોગો થી.. પણ શું હારવું એ વિકલ્પ હશે? શુ ના લડવું એ કોઈ વિકલ્પ છે? શુ પરિસ્થિતિ થી ભાગવું એ કોઈ વિકલ્પ છે? તમને ખબર પણ નહીં હોય કે તમે કેટલા strong છો... ભગવાન નું અદભુત સર્જન એટલે માનવી... ને એજ માનવી બે વિષય માં નપાસ થાય તો આત્મહત્યા કરી લે. . પ્રેમિકા મૂકી ને ગઈ.. એના વિચારો માં ડિપ્રેશન માં જતા રહા...કેમ?
તમે કદાચ તમારી દુનિયા બહુ નાની બનાવી દીધી છે કાતો તમે તમારી અંદર ની ક્ષમતા હજુ સમજી જ નથી શક્યા... બીજા ને પછી ઓળખશો કે નહીં ઓળખો તો ચાલશે.. ખુદ ને ઓળખો.. તમારી અંદર ની તાકાત ને ઓળખો.. દરેક વિકટ પરિસ્થિતિ માં પોતાના મન પર કાબુ રાખી ને લડો.. અસલ માં હાર તો ત્યારે થાય જ્યારે તમે મન થી હારો...તમારા થી દુઃખી લોકો નો વિચાર કરો કદાચ તમારું દુઃખ કઈ છે જ નહીં એ સમજાઈ જશે... ખરાબ દિવસ વિશે એક કાગળ માં લખી એ પાનું ડૂચો વાળી ને ક્યાંક ફેંકી દો... ને બસ એને ભૂલી જાવ... આગળ વધો.. એક નવી મંઝિલ તમારી રાહ જોવે છે...