Gujarati Quote in Questions by Abhi

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો આજે ફરી અેક વાર મારા મિત્રો નાં વિચાર વ્યક્ત કરી રહ્યો છું કે..

તમને ક્યારે પણ કોઈના પ્રત્યે ફિલીંગ્સ જાગે તો તમે સામા વ્યક્તિ ને કહી જ દો.. કારણ કે જીવનમાં ક્યારેય પણ અફસોસ ના થવો જોઇએ કે યાર મેં પ્રયત્ન જ નહોતો કર્યો અેનો..

અને દરેક માં એટલી આવડત હોય છે કે એ કોને શું કહી રહ્યાં છે.. અને એનું પરિણામ શું આવશે.. :)

વધુ ને વધુ શું થશે?? વાતો ઓછી થશે અથવા તો બંધ થઈ જશે બરાબર..?

પણ જો સામો વ્યક્તિ સમજુ હોય ને સાહેબ તો અે તમારી જોડે ક્યારેય બોલવાનું બંધ નહીં કરે.. અને તમારી વાત નું ખોટું પણ નહીં લગાડે..

અવે આ નિર્ણય થી બે ફાયદા થઈ શકે છે..
1) કદાચ એ તમને હાં પણ કહી દે..
2) કે કદાચ તમારી મૈત્રી આ જીવન અકબંધ રહે..

અને મારા મિત્રો તો 2 નિર્ણય થી પણ સહમત છે કારણ કે તેઓનું એવું માનવું છે કે મિત્રતા પણ એક પ્રેમ નું જ પ્રતીક છે..

તમારું શું કહેવું છે મિત્રો?? પોત પોતાના વિચારો વ્યક્ત કરો.. :)

Gujarati Questions by Abhi : 111033268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now