સ્વપ્ન આવવું એ ઘણુ જ સારુછે પણ સ્વપ્નના ઘણા જ પ્રકાર હોયછે કોઇને સારા સ્વપ્ન આવતા હોયછે તો કોઇને ખરાબ સ્વપ્નો પણ આવતા હોયછે આમાં મુખ્ય વાત એ છે કે તમે દિવસભર કેવા વિચારો કર્યા હતા તેના ઉપર નિર્ભય હોયછે. સારા વિચારોના સારા સ્વપ્નો આવતા હોયછે ને ખરાબ વિચારોના ખરાબ સ્વપ્નો આવતા હોયછે. કોઇને પ્રેમના આવે તો કોઇને ભક્તિના આવે તો કોઇને પરદેશના આવે તો કોઇને ડરના આવે આ બધુ તમારા મગજના વિચારો ઉપર આધાર રાખેછે.પણ આજ કાલ લોકોને પ્રેમના સ્વપ્નો વધુ આવતા હોયછે.
આજકાલ લોકો કોઇને કોઇ સાથે પ્રેમ જરુર કરતા હોયછે બસ આખો દિવસ સાથે ફર્યા હોય સાથે જાતજાતની વાતો કરી હોય એકબીજાના હાથમાં હાથ નાખીને મસ્તી મજાક કરી હોય એ બધુ જ રાતના સ્વપ્નો માં આવતુ હોયછે
કોઇને એકતરફી પ્રેમ હોય તો કોઇને બંને તરફી હોય જેવો જેનો પ્રેમ.
પણ કયારેક એવા સ્વપ્નો પણ આવતા હોયછે કે અમુકવાર આપણી ઉંઘ પણ બગાડી નાખેછે આવા અમુક વિચારથી જરા દુર રહેવુ હિતવક હોયછે એ કયારે બને કે જયારે કોઇ પ્રેમ એક તરફી હોય જેને માટે પ્રેમ કરનાર એક પાગલ બની ચૂકયો હોયછે કે તે તેના પ્રેમને એકવાર પણ જોયા વગર નથી ચલાવી શકતો અને તે તેના પ્રેમને પામવા કંઇપણ કરવા તૈયાર થઇ જતો હોયછે પણ આ પ્રેમ નહી પણ એક પાગલપન કહી શકાય કાશ આવા પ્રેમ પાછળ યુવાનો પોતાની જીંદગી ના બગાડે....
પ્રેમ દરેકના નસીબમાં નથી હોતો ને જેને કોઇની સાથે પ્રેમ કર્યોછે તે ખરેખર નસીબદાર હોયછે.
(હર કિસીકો નહી મિલતા યહાં પ્યાર જીદગીમેં)
પંક્તિ યાદછે ને ફિલ્મ કુરબાની.