#Kavyotsav
' પ્રેમ '
' જાસ્મીન એક ફુલ, સપનું, લાગણી, સ્નેહ, જીવંતતા, પૂર્ણતા...!!! '
આજે જીવનમાં જાણે કોઈ નવી સુવાસ આવી,
ઓહ આ તો જાસ્મીન ના જેવીજ સુવાસ જાણે જીવનમાં રંગ ભરી લાવી...!!!
સપનું હતું કે જાસ્મીન ને મળું, સુવાસ માણું,
ઓહ આ તો સામે ચાલીને આવી, સપનું જાણે હકીકત બનાવીને લાવી..!!!
લાગણીઓ મેળવવી હતી મારે એની પાસે,
ઓહ એવીજ લાગણીઓ મને આપવાજ જાણે જીવનમાં આવી...!!!
સ્નેહ એનો પામી થયું મારું જીવન ધન્ય,
ઓહ આ જ ધન્યતા નો અનુભવ કરાવવા જાણે મારી જિંદગીમાં આવી...!!!
હું વિચારતો હતો કોઈક તો ભરે મારામાં જીવંતતા,
ઓહ આ જ જીવંતતા નો આખો સાગર જાણે મારા માટેજ ભરી લાવી...!!!
જીવનને લઈ જવું હતું પૂર્ણતા ના આરે,
ઓહ એ જ તો પૂર્ણતા મારા માટે એ આખું જીવન સમર્પિત કરી ભરી લાવી...!!!
હવે જીવનમાં નથી વધી કોઈ આસ,
ઓહ જાસ્મીન ની સુવાસ રહેશે જાણે આખી જિંદગી આલિંગનમા ખાસ...!!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...
#sweetbeatfrdzzzzz