#kavyotsav ..
અર્થ પિતાનો ખબર છે એને,
જેણે પિતાનું અવસાન થતા જોયું છે..
ખૂણે ભિસાઈને,લઈને નાના ભાઈને,
જે ખૂબ રડયો છે..
નાનો હતો કહેતો હતો..”પપ્પા તમે મહાન છો”,
થતો ગયો મોટો,છૂટતો ગયો બાપથી,
કહે છે હવે..”પપ્પા તમે નકામા છો”.
..
ગમે તેવા તો પણ ખભે બેસાડી,
આવતા નિશાળે મુકવા,
કહેતા હમેશાં ખરાબ આદતો થૂંકવા..
નકામા ભલે પણ છેવટે તો પિતા હતા..
સૂજેલી આંખોમાંથી આંસુ થોભતા ન હતા,
આવ્યો જ્યારે આંગણે સુન થયેલું,
જોયું હતું એક જમાનામાં કિલકારી ભર્યું ..
એ ઘર જોયું ...
પિતાનું વાત્સલ્ય તેણે બહુ વહેલું ખોયું..
સાર મળેલ કદી ન ભુલાય,
ઋણ કદી પિતાનું પણ ના ચૂકવાય....।।
I am just a beginner..?
-હિરવા ઓઝા