#Kavyotsav
#ન થાય તો કહેજો....
મિલાવો નયન ને પ્રણય ન થાય તો કહેજો,
ને પૂર્ણ તમારી બધી આશ ન થાય તો કહેજો.
નજર મળે ને ખોવાય જાવ સ્વપ્નમાં તેવી,
હાલત આ હૃદય કમળ ની ન થાય તો કહેજો.
આમ તો અમારા ઘણા મોંઘા મોલ છે પણ,
તમારી એક અદાથી ખરીદી ન થાય તો કહેજો.
સ્પર્શ તમારો થાય આ માનવ આયખાને,
ને તન-બદનમાં ગરમાવો ન થાય તો કહેજો.
'કાન' ને સમય આપો મિલનની સુંદર પળનો,
પછી જીવનભરનો સંગાથ ન થાય તો કહેજો...
- 'કાન'