#kavyotsav
' 'લાગણીહીન'લાગણી '
નથી હવે કોઈ લાગણી દર્શાવવી,
એ લાગણી એ જ તો મને છે,બહુ સતાવી.
સમજી પોતીકા માફ કરી,ઝુકાવીએ એમની સામ માથાં,
એ જ કરે ઘા પૂંઠે જેમ,જાણીતા હવલદાર ઝીંકે બે ભાંઠા.
રહી મૂંગા, જો કરીએ સહન તો મળશે,
બિચારી,ભોળી,ને સંસ્કારી ની ઉપમા,
અન્યાય સામેં કરતા બળવો,સૌ સ્વીકારશે,
કપટી,બાધકણી,ને અસંસ્કારી ના રૂપ માં.
રહું છું ચૂપ હવેતો,નથી કોઈને ગણકારતી,
ઈશ્વરની લાઠી પડે ત્યારે,એ સાદ નથી પાડતી,
જાણી એ સનાતન સત્ય,બની છું મક્કમ સ્વભાવ થી,
સો દુશમન પણ પાછા પડશે,હવે માત્ર મારા પ્રભાવ થી.
લાગણીઓને હવે છે,આ હદય માં ભંડારી,
બનાવી એની શ્યાહી હવે તો,લખું છું કલમે કંડારી,
'નવલા નજરાણા' થકી,આપતી રહું અવનવી શીખ,
જીવન નો અલગ નજરીયો જણાવી,ભાંગુ હું સૌની બીક.
-વાઘેલા શિલ્પા'નવ્યા'