હસતા હસતા ભૂલી ગયા, ઘણા દર્દો આ પ્રેમ ના
સાથે સાથે ભૂલ્યા, અમે અગણિત અપમાનો,
સ્વાર્થ તણાં આ સકલ વિશ્વમાં,
સબંધો બન્યા પલવાર ના
પણ ના ભૂલી શક્યા, હેમ પુરી શકનાર આ મિત્રો ને
હસતા રાખ્યા, પોતાના કીધા, ભાઈ બની ને
દુઃખ માં આગળ રહ્યા.
દોસ્તી થી મોટી નહિ,કોઈ દુનિયા દારી
કૃષ્ણ ભૂલ્યા ભાન ,કર્ણ એ આપ્યું જીવન
મિત્રતા થઈ પરે કોઈ નહિ...