#Kavyotsav
'કવિતા દિવસ' પર કવિ થવાનું મન થયું,
ફક્ત શબ્દોથી જીવી જવાનું મન થયું.
મારા આ શબ્દોને જો સુરનો સાથ મળે તો,
દરેક સુરમાં શ્વસી જવાનું મન થયું.
સુર સાથે સંગાથ જો તારો મળે તો,
હરેક પળને ભરી જવાનું મન થયું.
-ભવદીપ અંતાણી
(વિશ્વ કવિતા દિવસ પર શુભેચ્છાઓ)