#Kavyotsav
#લાગણીથી_આઝાદ_____કેમ .?
ચંદ્રને નજર કોની લાગી, કેમ એની માથે દાગ છે.?
આ સૂરજને શેની ગરમી, કેમ એની માથે આગ છે ?
ખોતરી કાઢે કાષ્ઠ એ ના ભેદે કોમળ પુષ્પ પાંખડી
આલિંગન મળે છે મોતને, તોય પ્રેમ કેમ રાજ છે ?
પથ્થરમાં પછડાતી સરીયુ તપતી તરવળતી દરીયે
અંત નથી મીઠાશમાં, તોયે જલ્દી કેમ ખારાશ છે ?
નથી ખબર મને અક્ષર કેટલા ને શબ્દ કેટલા છંદમાં
કલમ ઉઠેને લખાય પ્રણય, તોય એમાં કેમ રાગ છે. ?
અવાજ નથી કોઈ છતાંય સાદ કરે છે આ અક્ષરો
કિતાબના પન્ના નિર્જીવ, તોયે શબ્દોમાં કેમ શ્વાસ છે ?
ઇશ્ક, મહોબ્બત, પ્રેમ, આશિકી, જીવો તો જીવંત છે
લાગણી જીવ્યો કાયમ, તોયે કેમ હૈયુ 'આઝાદ' છે ?
?લિ.
#આઝાદ