લાગણીની ભીનાશ
બસ હતો કેટલાય દિવસથી એને જોતો,
ક્યારેક એને જોઈ વારેઘડી લલચાતો,
કયારેક ઘરે ફરતી વેળાએ એનો આછડતો સ્પર્શ થઈ જતો,
ક્યારેય જોરદાર પવનની સામે આવતી એની આછપને ઝીલતો,
ક્યારેક રેઇનકોટના કવચમાંથી પણ ભેદીને એ મને આલિંગવા દોડી આવતો.
પણ હું કેટલીયે ઈચ્છા હોવા છતાં મન મારીને પણ એને નકારતો,
પણ એ લુચ્ચો કશી પરવા વગર ખુલ્લેઆમ મને આમંત્રણ આપતો,
ફરી આજે તેણે સુસવાટા સુરીલા પવન સાથે ઈશારો કર્યો,
એની સાથે જવા માટે મને વારંવાર છેડીને ઉશ્કેર્યો
તો દિમાગ વળી બળવો કર્યો,
'આ શરદી ઉધરસ વધશે,
ને પછી નાહકનો તું હેરાન થશે',
દિલનો આવાજ દિમાગના શોર માં દબાઈ ગયો.
હતો એક દોસ્ત સફરમા આજે જોડે,
એ ભીંજાય ને વાતો કરે એની જોડે,
પાછા પેલો લુચ્ચો મને લલચાવે,
આખરે મનની ઈચ્છા બળવત્તર બની,
તોયે દિમાગને તો બસ હેલ્થની જ પડી.
દિમાગને બેફિકરાઈનું ક્લોરોફોલ સુંઘાડી દીધું.
ને પછી બસ એને એમજ બેહોશીમાં રહેવા દીધું.
તોડી નાખી પ્લાસ્ટટિકના રેઇનકોટની એ સંવેદનાહીન દીવાલ ,
એની સંગે જૂલ્યો,
એ મુક્તમને મારી પર વરસી પડ્યો,
હું પણ મુક્તમને ભીંજાયો,
એ મનની ભીની લાગણી સાથે,
તેના પરના બનેલા ગીત ગાતો,
દોસ્તની સાથે મસ્તી કરતો
મન ભરીને ભીંજાયો,
આ ભીના વરસાદમાં,
લાગણીનું પણ એવું જ ને
લાગણીમાં ભીના થવું હોય,
તો બસ ખુલ્લા દિલે ,
હૃદયને ખુલ્લું કરીને
સ્વાર્થ, ઇર્ષ્યાને તજી ને
પ્રેમ ભાવ સાથે ભીંજાવો,
એ ભીનાશની સુગંધ ,
પુરી જિંદગી મહેકાવી જશે.
✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'