ગઝલ..
વ્યર્થ ઈચ્છાઓ જ લોકોએ વધારી હોય છે,
એટલે જીવનમાં પીડા આવનારી હોય છે.
કોઇપણ દુખ આવે જીવનમાં ડરીશું તો નહીં,
માનવીએ ખુદને એ રીતે મઠારી હોય છે.
જો તમે નિષ્ફળ થશો જીવનમાં તો ડરશો નહીં,
જિંદગીમાં તો સમયનો દોર જારી હોય છે.
હોય ધન પુષ્કળ છતાં સંતોષ મળતો ના કદી,
લોભી લોકોની નિયત કાયમ કુંવારી હોય છે.
જિંદગી ક્યારે દઈ દેશે દગો આપણને પણ,
દોસ્તો ક્યાં ખુદને આવી જાણકારી હોય છે?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)