નીરવ શાંતિ ને મૌન મા ગણગણાટ કરતી પ્રકૃતિ, પરમાત્મા એ તો પ્રકૃતિ નો અધિકાર છે, નહિ કે આપણી સંસ્કૃતિનો, ડૂબતો સૂરજ, ઉગતો ચાંદ, વરસતો બરફ ને આતુર ઉભેલા વૃક્ષો આ બધા પરમ ના પગલાં ના નિશાન નથી શુ?? તાલાવેલી ગમે ત્યાં હોય તે બધે અહેસાસ મા હોય છે. મને ઘણી વખત થતું કે વિદેશ મા પરમતત્વ ની વ્યાખ્યા જ નથી, કે અહીંના લોકોને આવો કોઈ અહેસાસ થતો હશે કે નહીં પણ અહીં આવ્યા જોયા પછી થયું કે આટલી નીરવ શાંતિને સુંદરતા મા એનો જ વાસ એ પણ અનુભવતા જ હશે. સત્યમ, શિવમ, સુંદરમ, એટલે આ જ તો છે. આ પ્રકૃતિ ને ગુરુ ધારણ કરીએ તો બીજું કંઈ શીખવાની જરૂર જ ક્યાં છે.