Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાળામાં જતા નાના બાળકોના ચહેરા ઉપર એક નિર્દોષ ભાવ દેખાયછે કેટલા કોમળ ને ફુલ જેવા એ નાના ચહેરા તમને કયારેક તેમની ઉપર પ્રેમભાવ દયાની લાગણી પણ જોઇને થતી હોયછે આ એજ નાના બાળકોછે જે કાલના ભારતનુ ભવિષ્ય પણછે આમાંના ઘણા બાળકોમાં કોઇ દેશનો નેતા બનશે તો કોઇ દાક્તર બનશે તો કોઇ એન્જીનીયર બનશે.
શુ આ બધા જ બાળકો તેમની સારી પોસ્ટ ઉપર હશે! શુ આ બધા જ બાળકો દેશને વફાદાર બનશે! જી ના...
આમાંના ઘણા બાળકો દેશ માટે ગદાર પણ બની શકેછે કોઇ આતંકી પણ બને તો કોઇ ચોર ડાકુ પણ બને તો કોઇ બળાત્કારી પણ બને...
દરેકનુ કોઇના કોઇ ભવિષ્ય જરુર હોયછે કોઇનું સારુ તો કોઇનું ખરાબ પણ તેઓ પોતાનુ એક નક્કી ભવિષ્ય લઇને ચોક્કસ આવેછે કોઇ પોતાના દેશનું નામ ઉંચુ લાવેછે તો કોઇ દેશને વેચવા તૈયાર થતો હોયછે.
કારણકે ઇરાકનો સદામ હુસેન પણ એક સમયે નાનો બાળક જ હતો, અમેરિકને હચમચાવી દેનાર લાદેન પણ એક સમયે નાનો બાળક જ હતો.
તો બીજી બાજૂ પ્રમુખ સ્વામી મહારાજ પણ એક સમયે બાળક જ હતા, તેમ સંતરામ મહારાજ પણ એક સમયે એ પણ નાના બાળક જ હતા.
કહેવાનો મતલબ કે તે નિશાળના નાના બાળકોમાં તેમની મોટી ઉમરે કેવો સંચાર થાયછે અથવા તેઓનો કેવો ઉછેર થાયછે તે જ રીતે તેમનુ જીવન આગળ વધેછે, તેથી નિશાળમાં જતો દરેક બાળક ગાંધી નથી થવાનો...

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111031093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now