(શ્રી ગણેશાય નમ:)
ગણપતિ બાપ્પા ની વ્યથા
---------------------------------------
નમસ્તે ભક્તો,
ઓળખ્યો મને ,હું તમારા ગણપતિ બાપ્પા . હું આજે બહુ દુઃખી છું, વ્યથીત છું. તમે કહેશો કે તમને શેનુ દુઃખ,શેની વ્યથા. તો સામ્ભળો.
આજે ભાદરવા સુદ ચોથ ના દિવસે તમે મારી પીઓપી ની મૂર્તિ વાજતે ગાજતે લઈ આવ્યા.પણ મને તો આજથી દસ દિવસ પછી મારી જે હાલત થવાની છે તે યાદ કરી ને જ દુઃખ થાય છે. દસ દિવસ પછી મારી મૂર્તિ ઓ સમુદ્રમાં અને કિનારે તૂટી ફૂટી હાલતમાં રજળતી હશે, અને કોઈ મારી સુધ પણ નહી લે.તેેનુ દુુ:ખ મને કોરી ખાય છે.
તમારા માથી ઘણા કહેશે કે અમે તો તમારી ઈકોફ્ર્રેન્ડલી પ્રતિમા ની સ્થાપના કરીએ છીએ. એતો સારી વાત છે.
પણ આ દસ દિવસ મારા કાન માં ખૂબ દુખાવો થાય છે. એટલા જોરથી લાઉડસ્પિકર અને સ્ટિરિયા ના મોટા અવાજ આવે છેને મારુ તો મગજ ફાટફાટ થાય છે.
ગીતો તો મને પણ પ્રિય છે.પરંતુ પંડાલો માં મારા નામે એવા વિચિત્ર ગીતો ગવાય છે અને વગાડાય છે કે ,મારા માટે સામ્ભળવુ મુુુશ્કેલ થઈ પડ્યુ છે. અને ઘણી જગ્યાએ તો ફિલ્મી ગીતો જ ચાલતા હોય છે,અને તેમાં પણ તમારા વલ્ગર નૃત્ય જોવ છું ત્યારે મને બહુ દુુઃખ થાય છે.
તમે લોકો અહીં થી અટકી જતાં હોત તો સારુ પણ તમે ભક્તો તો મારા પંડાલ માં જુગાર અને દારૂની મહેફીલ જમાવો છો. ત્યારેતો મારુ મન ત્રાહિમામ પોકારી ઉઠે છે.
મેતો મારા આરાધ્ય મારી માતા પાર્વતી અને પિતા મહાદેવ ને કહ્યું છે કે જો આવી જ રીતે મારો ઉત્સવ ઉજવાય તો નથી ઉજવવો મારે આ ઉત્સવ. હુંં ખુબ દુઃખી થાવ છું.
**********************************
ચારુલ ભડાણિયા