.........શેરી શેરીની કહાની.........
#દશાબેન દસ દિવસ આવીને ગયા.
#શંકરબાપા પણ, મહિનો રોકાઈ ને ખોવાઈ ગયા. ભેગા નાનું બચ્ચું જન્મી ગયું... હાલરડાં ગવાઈ ગયા.... હવે, દસ દિવસ માટે
#બાપા આવી ગયા.... વળી, થોડા દિવસ પૂર્વજો પધારશે
#કાગડા બની એ જશે તરત લાઈનમાં
#માડીઓ ઉભા જ હશે.
આ સમય દરમિયાન વાસ્તવિકતા તમારી અને મારી આસપાસ કેવી હોય છે.... જરાય દુઃખ લગાડ્યા વગર.... આપણી લાગણીઓને કાબુમાં રાખીને... વિચારજો, સમજજો, અને સ્વીકારજો... મારી વાતમાં 1 ટકોય ખોટું લાગે તો, બિન્દાસ્ત મને ટકોર કરજો...
# દશામાંના વ્રત કરનારા સ્ત્રીઓ, પુરુષો ધાર્મિક હોય પણ, એમાના ઘણા બધા માટે માવા ચોળી મોમાં ભરવા, દારૂ પી અપશબ્દો બોલવા.. આ બધું દસેય દિવસમાં ચાલુ જ રહેતું હોય છે. દસ દિવસ ઉપવાસ કરવા, ભક્તિ કરવા છતાં, દારૂ, જુગાર, અપશબ્દો, કશોય બદલાવ નથી આવતો.
....પછી, આવે
#શંકર બાપા... દર સોમવારે ઉપડે ટીલાં માંડી, આખો મહિનો ભૂખ્યા પણ રહે... લાડવા પણ જમાડે... પણ, ઉપર કહ્યું, એમ એકેયમાં કોઈ બદલાવ નહિ. અમે હતા એવા ને એવા જ રહીએ હો.... ઉપરથી.... રાહ જ જોતા હોય શ્રાવણ પતે તો, જલ્દી જીભને ચટાકેદાર ખાવા મળે.... વિશ્વાસ ન આવે તો, જઈને નોનવેજની હોટલવાળાને પૂછી આવજો.... ભાઈ એક મહિનામાં કેટલી આવક ઘટી?.
..... એ દરમિયાન નાનું બચ્ચું જન્મે, એના નામે લોકો ગરબે જુમે, ઉત્સવ ઉજવે..... પણ.... જુગાર તો એવો રમે કે, વાત ન પૂછો... જુગાર સાથે દારૂની પાર્ટી ફ્રી સમજવી..... બેફામ.. બેહાલ...
........ કાં કમાઈ ગયા... કાં માથે દેવું.... તરત બાપા આવ્યા... જોવા જેવી વાત એ જ કે, બાપાને શેરીમાં લાવી દસ દિવસ રાખનારા, રોજ... તું ગામડાની ગોરી... ઘટે તો જિંદગી ઘટે..... લેલા મેં લેલા....જેવા ગીતો પર મંડપ નીચે નાચનારા એ જ લોકો જે સાતમ આઠમ માં એ જ જગ્યાએ જુગાર ધામ ચલાવતા હોય...બેફામ દારૂ, જુગાર, ઝગડા માં જેમનું નામ આવતું હોય એમાના જ અહીં પણ આગેવાની લઈ ફરતા હોય...
........ અને પછી
#શ્રાદ્ધમાં , કાગડા ભઈને એવી મીઠી ખીર ખવડાવે એક દિવસ બનાવીને કે, ન પૂછો વાત?.... જેને જીવતા માં-બાપને ઠંડા રોટલા જ ખવડાવ્યા હોય...એ બાપાને ખીર બહુ ભાવતી કહી પરાણે કાગડા સામે જોઇને ઉડાડે..
.... અને ત્યાં તો આવી જાય... જોગણીઓ....પથ્થરની દેવીઓની 9 દિવસ પૂજા કરતા લોકો, પેટમાં રહેલી દેવીને તો અંદર જ મારી નખાવે, જીવતી દેવીને પગની પાની સમજે... સાચું કહું.. આ ગરબે ઘુમતા, રોજ તૈયાર થઈ ઘુમતા એકેયને ઇ માવડીયુંમાં જરીકેય રસ નથી હોતો.... એમને એમની અંદર ફૂટેલી જુવાની, રોમાંચની મજા લેવામાં રસ હોય છે. આજ દિવસો એવા છે જેમાં એ બધાને એમના મિત્રો સાથે રમવા, ભમવા, મસ્તી કરવા સમય મળે છે...
કહેવાનો મતલબ એ જ કે ધાર્મિક હોવાનો દંભ શા માટે કરવો??? શા માટે વાસ્તવિકતા નથી સ્વીકારી શકતા??? ધર્મ, માતા, દેવ, દેવીઓ, આ બધાના નામે તમે તમારી જાતને કેમ છેતરો છો.... જેવા છો એવા કેમ નથી દેખાતા.....
મોજ જ કરવી છે, આનંદ કરવો છે તો, ધર્મ, દેવી દેવતા વગેરેનો સહારો શા માટે લેવો જોઇએ???? એટલે જ મને હંમેશા એવું લાગે.... આ દંભી ધાર્મિક લોકોની આસ્તિકતા કરતા મને મારી નાસ્તિકતા બેસ્ટ લાગે છે......
........કુસુમડાભી.....13/9/18....