*વિધ્નહર્તા*
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
*દુઃખીઓના દુઃખ લેય,પીડિતોની હરે છે એ પીડા*
*સમયને પણ માત આપે,એ તો છે મારા વિઘ્નહર્તા*
*વાહ વાહની વાહ થાય,સંકટો ત્યાં નાશ થાય*
*હરે જે સૌ ના સંકટો,એ તો છે મારા વિઘ્નહર્તા*
*ઉંદરની તો એ સવારી કરે,કષ્ટો સૌવ ના હરે*
*દુઃખમાં પડખે રહે,એ તો છે મારા વિઘ્નહર્તા*
*ખોટું કદાપિ ચાલે નહિ,અભિમાનથી જુકે નહિ*
*સત્યની સાથે રહે ને,એ તો છે મારા વિઘ્નહર્તા*
*શિવજી ના છે બેટા,માતા પાર્વતીના જે લાડલા*
*કર્યું માતાપિતાનું નામ,એ તો છે મારા વિઘ્નહર્તા*
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD