વરસાદ આવે તો ડામરમાંથી શું સુગંધ આવવાની ?
એ ભીની માટીની મહેક માણવા હવે છેક દુર જાવું પડે છે.
વેકેશન પડે ને ઘરે બેસી રે'વામાં શું મજા ?
એ મામાના ઘરની મોજ માણવા હવે છેક દુર જાવું પડે છે.
શેરીમાં સાથે ઉછરતાં, શેરીમાં જ સાથે રમતા,
એ ભાઈબંધોની ભાઈબંધી માણવા હવે છેક દુર જાવું પડે છે.
ફાગણ આવતો ને સીમ આખી કેસરી થઇ રે'તી
એ કેસરી કેસૂડાને ચૂંટવા હવે છેક દુર જાવું પડે છે.
નાના હતા ત્યારે મમ્મી પાસેથી જ રૂપિયો મળી રે'તો
ને હવે એ જ 'રૂપિયો' રળવા છેક દુર જાવું પડે છે.
રોજ આંગણે સવારે ચી-ચી કરતા કલબલાટ કરતી
એ ચકલીઓનો કલરવ માણવા હવે છેક દુર જાવું પડે છે.
ઘર માં જ મળી રે'તી દવા હર દર્દ ની
ને શરદીની દવા લેવા હવે છેક દુર જાવું પડે છે.
નજીકમાં જ હતી લાગણીઓની મીઠાસ
ને સંબંધોની સાકાર મેળવવા હવે છેક દુર જાવું પડે છે.
દીવા થી જ થઇ રે'તી ઝળહળ દિવાળી
ને ફિક્કી રોશની ખરીદવા હવે છેક દુર જાવું પડે છે.
બે અલગ ગામમાં રે'તા છતાં નજીક હતા એ લોકો
ને શહેરમાં એકબીજાના ઘરે જવા હવે છેક દુર જવું પડે છે....
- લાચાર