અડધી ' ચા ' તો આખું જગત પીવે , પણ
અડધા ની અડધી સરખે ભાગે પીવે ,
એ મિત્રતા ...
ખુશ હોય ત્યારે તો હસાવે જ ,
પણ જ્યારે દુઃખી હોય ત્યારે પણ હસાવે ,
એ મિત્રતા ...
મુશ્કેલીઓ માં તો કામ આવે જ ,
પણ ઘણીવાર મુશ્કેલીઓ નું કારણ પણ બને ,
એ મિત્રતા ...
આમ તો સંબંધ લોહીનો નથી મિત્રો સાથે ,
તો પણ જે સંબંધ નિભાવે ,
એ મિત્રતા ...
લોકો કહે છે પ્રેમ જેવો કોઈ પવિત્ર સંબંધ નથી ,
પણ પ્રેમીઓ પ્રેમ માં પડે તે પહેલાં જે સંબંધ બંધાય ,
એ મિત્રતા ...
લગ્ન માટે પણ સાત વચન આપવા પડે છે ,
પણ નિસ્વાર્થ ભાવે જે સંબંધ બંધાય ,
એ મિત્રતા ...