સવારનો સમય હતો હું એક દુકાનની પાસે મારા ભાઇબંધની આવવાની રાહ જોતો ઉભો હતો મનોમન વિચારતો હતો કે કેમ મારા ભાઈબંધને આવતા આટલીવાર લાગે ને બસ તેજ ઘડીને તેજ સમયે પોતાની બાઇક લઇને આવી પહોંચ્યો મનમાં હાશ થઈ કારણ નોકરી ઉપર પહોચવાનો સમય થઈ ગયો હતો હું તેની બાઇક ઉપરની સીટ ઉપર બસ બેસવાની જ તૈયારી કરતો હતો ત્યાં જ મારી એક નજર એક અપંગ પગ વગરનો એક છોકરા ઉપર પછી તે નાના પાટીયા ઉપર બેસીને આગળ ધક્કો મારીને ચલાવી રહ્યો હતો સાથે તેની આગળ એક સ્ટીલનો વાડકો હતો તેમાં ઘણા પૈસા પરચુરણની જેમ દેખાતા હતા મને પણ કંઈક પૈસા આપવાનુ મન થયુ હુ પોતાનુ પાકીટ ખિસ્સામાંથી કાઢતો હતો તરત મારો ભાઇબંધ બોલ્યો અરે ચાલને હવે મોડુ થાયછે બહુ મોટો દાનેસ્વરી હોય એમ પાછો પૈસા આપવા લાગ્યો મે કહ્યુ ચુપ રહે તારે ના આપવા હોય તો ના આપીશ પણ મને તો આપવા દે ભાઇ, ભાઇબંધ બોલ્યો સારુ જલદી કર મોડું થશે પછી મે દશની નોટ તેના વાડકામાં મુકી તરત તે આગળ ચાલવા લાગ્યો ત્યાર બાદ અમે ઓફિસે સહેજ મોડા પડયા પણ વાંધો આવ્યો નહિ.
બે કલાક પછી મને મારા સાહેબે ટ્રેનનો સમય જાણવા સ્ટેશને મોકલ્યો જે ટ્રેન મુબઇથી અમદાવાદ સાંજના જવાની હતી પછી હું કંપનીનું બાઇક લઇને સ્ટેશન પહોચ્યો ટ્રેનનો સમય જોઇને હું પરત ફરી રહયો હતો તેવામાં મારી નજર દાદરના પગથીયા ઉપર પડી તો મે જોયુ તો પેલો છોકરો હસી હસીને તેના મિત્રો સાથે લાંબા પગે લાતમલાત કરીને મસ્તી કરી રહ્યા હતા તેની નજર પણ મારી ઉપર પડી તરત તેને તેનુ મોં સંતાડવાનો ખોટો પ્રયત્ન કર્યો પણ હું બરાબર તેને ઓળખી ગયો કે આ એજ છે કે મે તેના વાડકામાં દશ રુપીયાની નોટ મુકી હતી બસ મનોમન થોડુક દુ:ખ પણ થયું કે કાશ મારા પૈસા ખરેખર અપંગ માણસને કામ લાગ્યા હોત...કારણકે આવા સ્ટેશન ઉપર રખડતા છોકરાઓ નાની કાચની બોટલમાં કોઇ સફેદ નશાકારક પાવડર નાકે સુઘતા હોયછે એક પ્રકારનો નશો જ કરતા હોયછે જે મે મારી સગી આંખોએ ઘણીવાર જોયુછે ટુકમાં આવી નશાકારક પાવડરોને પ્રાપ્ત કરવા તેઓ ભિખનો એક ઢાંગ કરતા હોયછે તે ખરેખર મને હવે બરાબર જાણ થઇ...નાસ્તાનું પડીકુ આપવુ પણ પૈસા કયારેય ના આપવા તે હવે ખબર પડી..દુનીયામાં જમાડવા જેવુ કોઇ મોટુ દાન નથી...