મુંબઇ લોકલ......
મુંબઇ લોકલ મા ચડ્યા પછી.. લોકો ની ભીડ મા..ક્યાંક મે...એમનાં ચેહરાઓ વાંચવાનો પ્રયત્ન કર્યો... તો મે જોયો ક્યાંક દિવસભર નો થાક...તો ક્યાંક ટ્રેન મા ચડી ને શાંતિ નો શ્વાસ..વહુ નાં ચેહરા પર સાસુ નો ત્રાસ... તો ક્યાંક 'આજ નો દિવસ તો વીતી ગયો પણ કાલ સારો જશે 'એવી એક નાનકડી આસ...તો ક્યાંક રડેલી આંખો તેમ છતા હસવાનો કરેલો એક વ્યર્થ પ્રયાસ...એક ભિક્ષુક નો ખાલી વાટકો.પરંતું વાણી મા ભરપૂર મીઠાશ...ક્યાંક મિત્ર સાથે મન ભરી ને વાત કર્યા પછી હૃદય યે અનુભવેલી હળવાશ...ક્યાંક નાનકડા બાળકો ની નવી નવી મૈત્રી ની ભીનાશ...ક્યાંક માલા જપતિ આંગળીઓ..ને એમની આંખો મા પ્રભુ નો વિશ્વાસ..ક્યાંક કુતુહલ થી ભરેલી નજર મા જાણે કોણી તલાશ?...ક્યાંક ખડખડાટ હસતી આંખો...ક્યાંક આંખો સાવ ફિક્કી અને હતાશ...ક્યાંક અત્યંત ગંભીર વિષયો ઉપર ચાલતો ઊંડો અભ્યાસ...લોકો ચડે છે અને ઉતરે છે... ખરેખર વિચારો તો આ શહેર ક્યારે સુવે છે??કોઇક ની આંખો મા ઉજાગરો દેખાઇ... તો કોઇક ની વાતો મા કંટાળો..પરંતુ ધગમગતા આ શહેર નાં ભીતર કોણ જુવે છે? પૂરજોશ તો અહિ નાં લોકો નાં રૂવે રૂવે છે ...