હું માત્ર આજ માટે જ નહીં, હંમેશને માટે મારા ગુરૂજનો આભારી રહીશ..પ્રથમ મારા પપ્પા, કે જેમને મને ગણિતનું સારું જ્ઞાન આપ્યું અને મારા મમ્મી, તેઓ અભણ હોવા છતા પણ મને વારંવાર રોકટોક કરી મારામાં વાંચન લેખનનો રસ કેળવ્યો. અને વિશેષ ગુરૂ એવા ગુજરાતી વિષય શિક્ષકશ્રી. કે. ડી.પ્રજાપતિ સાહેબ.જેઓના જ્ઞાનથકી સાહિત્ય ક્ષેત્રમાં કંઈક લખી શકું છું..અને બીજા મારા પ્રિય શિક્ષકશ્રી સાલમસિંહ બારીયા. તેમના થકી મારા અણગમતા અંગ્રેજી વિષયને મારો મનગમતો કરી આપ્યો...અને મારા જીવનમાં મહત્વનો ફાળો આપનાર મારા બાળસખા,અમિત , મિલન , નિરંજન , ચિરાગ , ઈશ્વર , વગેરે તેમની સારી સોબતના કારણે મારામાં સુટેવોનો સંચાર થયો.જેથી મને આજે પણ મારા બાળસખાઓ ગૂરૂ સમાન માન આપું છું ફરીથી મારા સર્વે ગુરૂજનો ને લાખ લાખ વંદન.