મને એ નથી સમજાતું કે, મારા જીવનનું ઘડતર કરનાર મારા ગુરૂજનોનો આભાર હું કઈ રીતે માની શકુ? કારણ કે દુનિયાની કોઈ પણ ભાષામા કોઈ પણ એવો શબ્દ નથી કે જે શિક્ષકોનો આભાર વ્યક્ત કરી શકે. ઘણી વખત એવી ઈચ્છા થાય કે મારા સ્વપ્નોને સાકાર કરવા અને તેને ઉડાન ભરાવવા માટે જેણે પાંખો આપવાનું કાર્ય કર્યુ છે એ મારા ગુરૂજનોનો આભાર વ્યક્ત કરવો અને એ માટે હુ એમની સન્મુખ પહોંચી પણ જાવ છુ પરંતુ ત્યારબાદ તેમનો આભાર વ્યક્ત કરવા કે તેમના ઋણ મુક્ત થવા કોઈ પથ જડતો નથી ત્યારે બસ તેમને નતમસ્તક થઈ એટલુ જ કહી શકાય છે કે, #THANKYOUTEACHER ...