કૃષ્ણ
-------*****------
કૃષ્ણ એટલે કોણ? એક પરફેક્ટ વ્યક્તિત્વ...જેનાં નામ માત્રથી મનમાં એક આકૃતિ સર્જાય. એક એવી યુનિવર્સીટી જેનો સિલેબસ ક્યારેય આઉટડેટેડ થતો નથી. એક એવું વ્યક્તિત્વ જે માખણ ચોરી પણ જાણે, રાજાઓનાં રાજા, યુદ્ધકળામાં પણ નિપુણ, શાંતિદૂત પણ ખરાં, અને વળી જરૂર પડ્યે બોધપાઠ પણ શીખવે. આ માટીની કાયામાં રહીને- એ ઇશ્વરરૂપી તત્વ પોતાનો જન્મ સાર્થક પણ કરે અને સાથે-સાથે એવી સમજણ પણ આપે કે કરેલાં કર્મો ભોગવવાં જ પડે છે. છેલ્લે, માનવજાતને વચન પણ આપે કે 'ધર્મ રક્ષા કાજે હું યુગે-યુગે પ્રગટ થઈશ'
-સાગર બી.ઓઝા