Gujarati Quote in Whatsapp-Status by Bharat Chatwani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA

મારા કૃષ્ણ મારા માટે રસેશ્વર અને રાસેશ્વર છે. મારા મતે કૃષ્ણ એ સકળ અકળ કૂતુહલનો અટલ હકૃલ છે. એ ગમતિલી ગીતાના ગાયક છે.. તો કમનીય કવિતાના નાયક છે. મારા માટે એ ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ છે. ઓલ ઈન વન છે. અખાને પણ આસાનીથી આખેઆખા સમજાવી શકે એવા સ્નેહલ સખા છે. એ નિષ્કપટ છે, નિષ્પાપ છે, માટે જ મારા માટે એમનો વ્યાપ અમાપ છે.. અને મારા હ્રદયમાં એમની અમીટ છાપ છે. કૃષ્ણ મારા માટે કામણગારું કદ અને પરમપદ ધરાવતા ઉત્તમ, સર્વોત્તમ અને પુરુષોત્તમ છે. શ્વાસોની આવનજાવન વચ્ચે બંધનરુપી ધનને અવગણીને પણ વ્હાલપનું વૃંદાવન રચી આપવામાં કૃષ્ણ સંપૂર્ણપણે સફળ રહે છે. 

Gujarati Whatsapp-Status by Bharat Chatwani : 111028712
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now