કૃષ્ણ એટલે મારા મેનેજમેન્ટ ગુરુ.
એમના શબ્દોમાં ભગવદગીતાનો જન્મ થયો, એ કદાચ દુનિયાનું સૌથી ઉત્કૃષ્ઠ પુસ્તક હશે જે જીવનની ઘણી સમસ્યાઓનો અધભૂત નિકાલ ઉદાહરણ સાથે આપે છે. દરેક પરિસ્થતીમાં તમે સમતોલ રહો, કોઈપણ ક્ષણે ઉત્સાહિત નહિં સભાન રહી વર્તન કરો, હું કોણ છું એ માર્ગદર્શન સમય પરિસ્થતી આપી દેશે પણ આજે વર્તમાનને મારી જરૂર છે અને મારી ક્ષમતા પૂરતું હું જે કરી શકું એ કરવુંજ જકીએ. એવી ઘણી બાબતો ભગવદગીતામાંથી જીવનમાં ઉતારવા જેવી છે. કૃષ્ણ મારા માટે એક માર્ગદર્શક છે. એમના સ્મરણને હું એમનું સમ્માન માનતો નથી પણ એમણે ચીંધેલા ધર્મનાં માર્ગને હું એક આનંદ અને ઉલ્લાસ યુક્ત જીવનની ચાવી માનું છું.