મારા માટે કૃષ્ણ હંમેશા એક મિત્રની જેમ રહ્યાં છે.મિત્ર જેમ આપણાં સુખ-દુઃખમાં એક સાથીદારની જેમ હંમેશા આપણી સાથે જ હોય છે તેમ કૃષ્ણને પણ મેં મારા જીવનની દરેક પરિસ્થિતિમાં મારી નજીક હોવાનો અનુભવ કર્યો છે.દરેક કાર્યની સાથે કૃષ્ણને હું હરપળ મારી સાથે હોવાનો અનુભવ કરું છું.દુઃખમાં સૌથી પહેલા કૃષ્ણ યાદ આવે છે તેમજ સુખમાં પણ એની યાદ દિલમાં સાથે હોય છે.એ એક જ છે જે મારી સૌથી નજીક છે.મને જીવનમાં ક્યારેય એકલા હોવાનો અનુભવ નથી થયો કારણ કે મારો કૃષ્ણ હંમેશા મારી સાથે હોય છે.કૃષ્ણ મારી સાથે હસે છે,રડે છે અને જરૂર પડે ત્યારે મને સાંત્વના પણ આપે છે.