Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA           

અેકસો પચ્ચીસ વર્ષનું.. બાળપણ થી માંડીને ઘડપણ સુધીનું.. પોતાનું 'રસેશ્વર' રુપી આયુષ્ય.. જે સ્વનિર્મિત અને ભૂત,ભવિષ્ય,અને વર્તમાન નાં તાણાવાણા સાથે બાંધી.. અજેય 'મનુષ્યાવતાર'જીવનાર ..અને માનવકલ્યાણાર્થે 'કૃષ્ણાવતાર' ને સાર્થક કરનાર.. આ કાળિયા કૃષ્ણ' ને શબ્દો માં વર્ણવવા એ ..ખરેખર એક વ્હાલો પડકાર છે.. 
કૃષ્ણ એટલે કલા માં પણ કારીગરી.. માયા માં પણ મહાનતા.. મહામુત્સદી સફળ રાજનિતિજ્ઞતા.. મોંરપીછ નાં શણગાર થી સાદગી માં પણ સુંદરતા.. ગોવાળિયા નાં સખા બની રાક્ષસો ને સમર્પી મોક્ષ માં પણ ૠજુતા..ગોપીઓનાં વ્હાલ માં ગોપનીયતા સાથે રાધા સંગ પ્રેમ ની પરાકાષ્ઠા.. નંદજશોદા અને વસુદેવ દેવકી સંગ માવતર ની બાંધી અલભ્ય ગરિમા.. મહામુત્સદી માધવ મીરાં નાં 'ગિરિધરનાગર'..દરેક પાત્ર માં જીવંત રહ્યા એ બની ને માનવ..

Gujarati Quotes by Kanha : 111028308
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now