કૃષ્ણ એક પ્રણયકલા છે, જીવનલીલા છે. સંગીત છે.
એ એક યુગપ્રવર્તક હતાં, છે અને રહેશે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય છે કૃષ્ણ.
કૃષ્ણ એ શીતળ સ્નેહી, પરમસખા, શહેંનશાહ અને મહાસૂર છે.
પાંડવોના પરમેશ્વર, પાંચાલી-સુદામાના પરમમિત્ર અને અર્જુનના સો ટચના સારથિ હતાં.
વ્યક્તિની ઓળખ એના રંગ, રૂપ ગુણ અને કર્મથી થાય છે એમ કૃષ્ણ સર્વ વાતે ઉચ્ચક્ષાના હતા. એ વાંસળીનો મધુર નાદ, ઝરણાનું ગીત અને રાધાના હૈયાની ધબકાર છે.
એ ધર્મધુરંધર, મહાનયોદ્ધા, સારથિ હતાં. પુરાણોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. યુદ્ધવિરોધી માનસિકતા ધરાવનાર, સુમેળતાથી કલહને ઉકેલનાર દીર્ઘદષ્ટા હતાં.
એ સમગ્ર જડચેતન સૃષ્ટિના કર્તાહર્તા છે. વિષ્ટકાર છે અને વિનાશકાળ પણ એ જ છે.