રડશો ત્યારે બધા ને દૂર થી દયા આવશે
પડશો ત્યારે ઉભા કરવા નહીં સૌ જોવા આવશે
જીવતા કોઈ કોઈ ની આંગળી નહીં પકડે
મરેલા ની ઠાઠ ને કાંધ દેવા બધા આવશે
ગજબ છે ભગવાન નું નામ લઈ ઇમાન વેચાઈ છે
સતા ને પૈસા મળે તો ભગવાન ની પણ હરાજી થાય છે
જે મર્યા પછી બળ્યા તેની તો રાખ થઈ જાય છે
પણ જીવતા બીજા માટે બળ્યા તેની છાપ રહી જાય છે ....