' રક્ષાબંધન ની શુભકામના '
ભાઈ અને બહેન માટેનો એક મહત્વનો તહેવાર એટલે રક્ષાબંધન.
પહેલા કેટલું રમ્યા, કેટલું લડ્યા, એકબીજાને કેટલું હેરાન કર્યા, એકબીજાની વસ્તુ ખાઈ જતાં, છતાં સતત એકબીજાની ચિંતા થતી.
એ દરેક પળ યાદ આવે છે, ખૂબજ યાદ આવે છે આ એક એવો સંબંધ છે જ્યાં કોઈપણ પ્રકારનો દ્વેષભાવ ના હોય, કોઈ છળ કપટ ના હોય છતાં એકબીજાને હેરાન કરતા કરતા ખુશ કરવાની જ વાત હોય.
કાંઈજ જતું નહોતું કરવું છતાં એકબીજા માટે બધું જતું કરી દેતા, વાહ જોરદાર યાદગાર સંબંધ અને એ યાદગાર દિવસો.
' હેતલ ' મારી બેન મારાથી ભૂલચૂક હોય તો માફ કરજે અને હા હું છું જ સતત તારી સાથે એમજ દરેક પળ...
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...