દેશ પ્રત્યે મનોભાવની પ્રતિજ્ઞાતો બધાજ લે છે અને ભાગ્યેજ એ પ્રતિજ્ઞાનો અમલ પણ થાય છે,પણ આ વખતે હું માનવધર્મ પ્રત્યે એક પ્રતિજ્ઞા લઇ રહ્યો છું કે હું કોઈ એક ગરીબ અથવા અનાથ વ્યક્તિને સાક્ષર બનાવીને એના જીવનમાં અજવાળું પાથરવાનો પ્રયત્ન કરીશ. મારાથી થતા પ્રયત્ને એને શિક્ષણ અપાવીશ અને એ પોતાના પગભર થઈ શકે એટલો સાક્ષર બનાવીશ કે જેથી તેને જીવનમાં ક્યારેય કોઈની સામે લાચાર બનીને હાથ ફેલાવવાની જરૂર ના પડે અને પોતાની જાતને એક સફળ વ્યક્તિ પુરવાર કરી શકે. એ વિશ્વાસ સાથે કે ભવિષ્યમાં એ વ્યક્તિ પણ જરૂર આવીજ રીતે ક્યારેક પોતાનો માનવધર્મ નિભાવશે અને દેશને એક સાક્ષર વ્યક્તિઓની ખોટ પુરી પાડશે.