ભારત સ્વતંત્ર થયે ૭૧ વર્ષ થઇ ગયા.અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુકત કરવા પાછળ દેશ વાસીઓએ ઘણાં બલિદાનો આપ્યા છે, ઘણાં દેશ ભક્તોએ પોતાની જાન કુરબાન કરી છે ત્યારે આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. આજના દિવસે સૌ ભારતવાસીઓએ આપણી આ આઝાદીનું દિલથી મૂલ્ય સમજવું જોઇયે. આજનું યુવા ધન પોતાનો મોટા ભાગનો સમય મોબાઇલ પાછળ વેડફે છે તેમજ સત્યતા ચકાસ્યા વગર ખોટા મેસેજીસ ફોરવર્ડ કરે છે. હું આજના દિવસે એ પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા સમયનો સદુપયોગ કરીશ અને ફાલતુ મેસેજીસ પાછળ મારો સમય વેડફયાં વગર મારા તેમજ દેશના વિકાસમાં ફાળો આપવાનો પ્રયત્ન કરીશ. આ સ્વતંત્રતાનું મારે મન ઘણું મૂલ્ય છે.