#FRIENDSHIPSTORY
અમારા બંન્નેની મુલાકાત પહેલીવાર કોલેજમાં થઈ હતી જ્યારે હું એને ઓળખતો પણ નહોતો. અમારા વચ્ચે ફક્ત મૈત્રી બંધાઈ હતી. કોલેજના થોડા સમયમાં સંજોગોવશ માતા - પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા મારા જેવા અનાથને આજે પણ એક વિચાર આવે છે કે એની મિત્રતાનું ઋણ કઈ રીતે ચૂકવી શકાય જેણે મારા જેવા અનાથને પોતાની સાથે પોતાના રૂમ પર ૨ વર્ષ સુધી રહેવાની જગ્યા આપી. પોતાને મળતા ભાણામાંથી અડધું ભાણું મને આપીને મારુ પેટ ભરતો હતો. ક્યારેક મારા ચોપડાઓનો પણ ખર્ચો ઉપાડીને મારું ભણતર પૂરું કરાવ્યું. આજે મારી સફળતા પાછળ ક્યાંકને ક્યાંકતો એ મિત્રનો હાથ રહેલો છે જેણે ભગવાનરૂપ બનીને એ સમયે મારી ખરાબ પરિસ્થિતિમાં પોતાની સાચા મિત્ર હોવાની ઓળખ પુરવાર કરી.