ભલે વરસે ગગનમાંથી ' આગ ' કેરા ગોળા ...
ભલે ફુકાતા ગરમ વાયરાના વંટોળા ,
ધોમ ધખતા તાપ મહીં ખૂંદવા છે તારા ખોળા ...
ધરતી પુત્ર છે અમે , અમને તારા સથવારા ,
દિન હોય કે રાત હોય ,કરવી મહેનત ધરતી માતા ને ખોળે ,
ભલે વરસે કે ...ના ... વરસે વરસાદ સારા ...
ઉભા છે મહેનત કરવાને કિસાન આપણા ...
ફળ મળે કે ન મળે ,પણ હળ લઇને ઉભા છે ખેડૂતો આપણા ...
જોમથી ભરેલા દિલના દાતાર ,'' ધરતી પુત્ર '' અનેરા ...