#FREINDSHIPSTORY
કપીલને વિસ્મયનો પાર ન રહ્યો જ્યારે સુચકભાઈએ એક સાવ ભિખારી જેવી વ્યક્તિને દિકરાના લગ્નનું આમંત્રણ આપ્યું.
“પપ્પા કેમ તેને આટલો આગ્રહ?” કપીલે પૂછ્યું
“ જૂનો મિત્ર છે. ઘણી જૂની યાદો જોડાયેલી છે.”
“કેવી?”
“અમારી civil ની પહેલી try હતી. અમે બને એક ગેસ્ટ હોઉસમાં રોકાણા. Interview 10 વાગે હતું. હું નહાવા ગયો. ત્યારે આ મિત્ર મને પુરીને ઇન્ટરવ્યૂ દેવા ચાલ્યો ગયો. મને એક વરસ વધુ મહેનત કરવાની તક મળી. એના કારણે હું IAS બન્યો. તો તુજ બોલ બેટા એ મિત્રને હું કેમ ભૂલું?”
કપિલ મૂંઝવણમાં ઉભો હતો .પપ્પાની મોટાઈ પર ગર્વ કરે કે પછી પેલા વ્યક્તિ પર ગુસ્સો કરે?