#FRIENDSHIPSTORY
ચોમાસાની એ રાત હજુ મને યાદ છે, આણંદ સ્ટેશન ઉપર રાત્રે એક વાગે મારે ઉતરવાનું થયું, ધોધમાર વરસાદ, ખિસ્સામાં માત્ર સો રૂપિયા, રિક્ષાવાળા તો આવા સમયે લૂંટતા હોય, વિચાર્યું આજની રાત રેલવેસ્ટેશન ઉપર વિતાવી લઉં, સવારે જે પહેલું વાહન મળશે એમાં ચાલ્યો જઈશ. ઊંઘતો આવવાની નહોતી, સારું હતું ટ્રેનમાં મોબાઈલ ફૂલ ચાર્જ થઈ ગયો, ફેસબુક ઓન કર્યું, અત્યારની મારી દશા અને આણંદનું રેલવેસ્ટેશન ઉપર થોડી લાઈન લખી અને પોસ્ટ કરી પછી માતૃભારતી એપ ખોલી એક સ્ટોરી વાંચવા લાગ્યો. અડધો કલાક પછી એક હાથ મારા ખભા પાસે આવ્યો અને કહ્યું : 'પોસ્ટ મુકાય છે પણ ટોપા ફોન નથી કરાતો, હું આણંદમાં રહું છું ખબર છે ને તને, હવે ઊભો થા અને મારા ઘરે ચાલ.'
જોયું તો મારો કોલેજ ફ્રેન્ડ હુસેન હતો, ધોધમાર વરસાદમાં પણ એ મારી એક પોસ્ટ જોઈ મને લેવા આવી પહોંચ્યો.
નીરવ પટેલ 'શ્યામ'