મહોબ્બતની શરૂઆત અને અંતની કલ્પના કરવી અશક્ય છે. એ તો જે મહાશયે અનુંભવી હોય એ જ એની ભવ્ય રોમાંચકતાને જાણે! 'પ્રેમ' શબ્દ જ નિરાળો છે. એ મડદાને  બેઠાં કરી શકવાની તાકાત ધરાવે છે.
        પ્રેમની શરૂઆત અને અંતની પોતાની અલગ શાન છે. એક જીવ આપવા મજબૂર કરે છે જ્યારે બીજું જીવ ત્યજવા. બંનેમાં સ્વર્ગ અને નર્ક જેવો તફાવત છે. જ્યારે જવાન સીના પર પ્રેમની સવારી થાય છે ત્યારે મહોબ્બતના અશ્વો ક્યાંયની સફરે પહોંચી જતા હોય છે. પ્રેમનો પવિત્ર પવન જ્યારે રૂહને સ્પર્શે છે ત્યારે જાણે સ્વર્ગના ચૈતનવંતા ઉપવનમાં કોઈ અપ્સરા સંગે સવૈરવિહાર કરતા હોઈએ એનાથીયે અનેક ઘણો અનુપમ આનંદ મહેસૂસ થવા લાગે છે.
અને જ્યારે એ જ પ્રેમનો અંત થવા લાગે છે ત્યારે આ શરીર જાણે આત્મા વિનાનું ખોળિયું! જાણે ભયંકર નર્કાગારમાં ડૂબી રહ્યાં હોઈએ અને એનાથી બચવા વ્યર્થ ફાંફાં મારવાના વલખા મારવા પડે છે. એમાંય જ્યારે પ્રેમની સપ્રેમ ભેટ સ્વરૂપે બેવફાઈ અને બદનામીની હિમાલય જેવી જહોજલાલી ભરેલી  જાગીરી મળે ત્યારે તો જાણે નર્કની ઓલી આગથી ધગધગતી ખાણમાં જાણે ભડકે બળી રહ્યાં ન હોઈએ?
આવું જ કેમ???
-અશ્ક....

Gujarati Whatsapp-Status by Ashq Reshmmiya : 111025102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now