એકાંત મને બહુ ગમે.. દિવસ ના ઘણા ખરા કલાકો માત્ર પોતાની સાથે વીતવા નો આનંદ શું હોય એ મને ખબર છે .. સવાલ કરવા વાળી પણ હું જ ને ... જવાબ આપનારી પણ હું જ.. જિંદગી વિષે રોજ ચર્ચા કરવાનો સમય મળે... જાત ને સમજીયે .. જાત ને સમજાવીએ... કયારેક નાસીપાસ થઇ બેસી જાવ તો ક્યારેક પોતાની જાત ને જ હોસલો આપું...હું રોજ મારી સાથે જ વાત કરું.. આમ તો જિંદગી માં ઘણા લોકો મળ્યા... અને ઘણા ખરા સારા જ મળ્યા... ઘણા એ અનુભવ આપ્યા તો ઘણા એ શિખામણ... ઘણા સુધરી ને જતા રહ્યા તો ઘણા સુધારી ને... ઘણા પોતાના બનાવી ને જતા રહ્યા તો ઘણા પારકા ગણી ને...ઘણા મજબૂરી ને કારણે જોડે ના રહ્યા તો ઘણા જવાબદારી ના કારણે... પણ એક વાત તો હું સમજી ગઈ, મારા જીવન માં પેલા પણ હું જ મારી સાથે હતી ને આજે પણ હું જ મારી સાથે છું ...ગમે તેવી પરિસ્થિતિ હોય હું હંમેશા મારી સાથે હતી, છું અને રહીશ... એટલે જ આ એકાંત મને બહુ ગમે છે...