પ્રસંસા ને પ્રતિષ્ઠા માટે નથી વિચરતો હું,
થોડી તાળીઓ ના ગડગડાટ માટે લખું છું...
આ ઘોંઘાટમાં ક્યાંથી મળે મને એકાંત,
વૃક્ષ વગર નાં વન માટે લખું છું.....
સાગરની તરસ ને પણ તૃપ્ત કરી દે,
એવાં એક-બે આંસુનાં ટીપાં પર લખું છું....
માર્ગ જોયો છે મેં તમારા ઘર તરફ નો,
પાછા નથી આવતાં તેનાં સરનામે લખું છું....
તમે કરતાં હશો મહેનત પ્રિયતમાને લલચાવાની,
હું, તો મારા અધૂરાં પ્રેમ માટે લખું છું.....
ઈ હજાર હાથવાળો ધ્યાન રાખતો હશે બધાનું,
એક-બે ભૂલાય છે તો તેનાં માટે લખું છું હું.....
-દશાંક મકવાણા