ગુરુપૂર્ણિમા માં નો જ એ દિવસ હતો.... જ્યારે બધી સહેલી ઓ સાથે હું પણ ગૌરી વ્રત કરતી... હાથ માં મુકેલી મહેંદી ફળીયા માં બધા ને બતાવતી તી.... ચણીયા ચોળી પહેરી ને નાચતી હતી.... ત્યાં અચાનક એક સમાચાર મળ્યા... હાથ માં મુકેલી મહેંદી સહિત અમે ગાડી માં બેસી મોરબી જવા રવાના થયા... મારા પેહલા મિત્ર, મારા સખા, મારુ જીવન, મારા પેહલા ગુરુ...મારા દાદા ની આજે પુણ્યતિથિ છે.... 18 વર્ષ થયાં એ વાત ને... પણ એ હજુ મારા વિચારો માં જીવંત છે... એમને મારુ નામ પડ્યું તું...મારા આ નામ માં જીવંત છે... મારા પ્રાણ હતા એ... ને એમનું નામ પણ પ્રાણ હતું....