યુવાશક્તિ === ===
યુવાન એટલે સમાજ ને દિશા આપનાર વર્ગ. યુવાન જેવો હોય એવો સમાજ રચાય અને જેવો સમાજ રચાય એવો દેશ બને. આપણા દેશ માં યુવાન ની સંખ્યા કુલ વસ્તી ના 65% જેટલી છે છતાં પણ આપણે પછાત કેમ છીએ? આપણે હજુ ગરીબી ની સામે કેમ લડી નથી શક્યા? હજુ પણ કેમ અમુક બાળકો ને પૂરતું શિક્ષણ નથી મળી શકતું?
આપણા દેશ નો દરેક યુવાન જન્મ્યો ત્યાર થી જ દેશભક્ત છે. પણ અફસોસ ની વાત માત્ર એટલી જ છે કે તેને સરખી દિશા આપવા માં ક્યાંક આપણે નાકામ છીએ. યુવાન ના મન માં હમેશા દેશ અને સમાજ બદલવા ના ખ્વાબ ચાલતા હોય છે. પણ તે ખ્વાબ હકીકત માં નથી બદલાઈ શકતા, સમસ્યા માત્ર એટલી જ છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ” જો મને માત્ર 100 યુવાનો મળે તો હું આખા દેશ ની તસ્વીર બદલી દઉં.” આપણે જે પણ દેશ માં રહેતા હોય ત્યાં આપણી કૈક જવાબદારી બનતી હોય છે. આ જવાબદારી જે દેશ ના યુવાનો ઉઠાવે છે તે દેશ ક્યાંય નો ક્યાંય પહોંચી જાય છે. કોઈ પણ રસ્તો અડચણ વિના નો નથી હોતો. તેનો મતલબ એમ નથી કે આપણે તે રસ્તા પર જવાનો પ્રયત્ન જ ના કરીએ. જે રસ્તા પર ચાલે છે તે લક્ષ્ય સુધી પહોંચે છે.
આપણે આપણી પાસે જે પણ હોય તે થોડું ઘણું આપીએ. શક્ય છે કોઈની જોડે કોઈક આઈડિયા છે,કોઈક ની જોડે કાર્ય કરવા ની ઉર્જા છે તો કોઈક ની પાસે સમય છે અને કોઈક ની પાસે ધન છે. જરૂર છે કે બધા યુવાનો એક સંગઠન (જ્ઞાતિ અને વર્ગ ના વિચારો ને પડતા મૂકીને ) બનાવે અને સરકાર જ્યાં સુધી નથી પહોંચી શકી ત્યાં પહોંચવા નો પ્રયત્ન કરવા માં આવે.
હવે પ્રવૃતિઓ કઈ કઈ કરી શકાય? આ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે. પ્રવૃતિઓ ઘણી છે. વૃક્ષારોપણ,ગરીબોને ભોજન, પછાત બાળકો ને શિક્ષણ, અંધ અને દિવ્યાંગ લોકો ને શિક્ષણ, રક્તદાન,વસ્ત્રદાન તથા સ્વચ્છતા અભિયાન જેવા કેટલાય વિચારો થઇ શકે.
હું પોતે પણ પછાત વર્ગ ના બાળકો ને ભણવા નું, ગરીબો ને કપડાં આપવા નું અને અંધ વિદ્યાર્થીઓ માટે લેખક પૂરું પાડવા નું અને એવા બીજા કેટલાય કામ કરું છું. અને મારે પણ અમુક સારા વ્યક્તિ ના સાથ ની જરુર છે.
ઇઝરાયેલ આઝાદ થયો ત્યારે ત્યાં ના યુવાનો માત્ર 6 કલાક નો પગાર લેતા અને 16 કલાક સુધી કામ કરતા તેથી આજે એ દેશ સમૃદ્ધ છે. આજે લોકો ને અમેરિકા, ઑસ્ટ્રેલિયા, લંડન જવા ના શોખ કેમ છે? કારણ કે ત્યાં આગળ ગરીબી, ગંદકી, બેકારી, ગુનાખોરી બિલકુલ ઓછી છે. આપણા યુવાનો શા માટે ભેગા થઈને અહીંયા જ અમેરિકા અને લંડન ના બનાવી લઈએ?
બાકી તો જો દેશ ની અવગણના કરીશુ તો એ હવે ચાલશે નહિ. અને જો ચલાવી જ લેવું હોય તો દરેકે દરેક વ્યક્તિએ પોતાની રીતે દેશ ની મદદ કરવા ની જ છે. દેશ એમને જ યાદ રાખે છે જેઓ પરિસ્થિતિ ની સામે લડ્યા છે દેશ તેમને જ યાદ કરે છે. જેમ કે મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ચાણક્ય, વિવેકાનંદ, સરદાર પટેલ, ડોક્ટર આંબેડકર અને ગાંધીજી વગેરે. પોતાની સુખ સુવિધા ભોગવનાર ને કોઈ બાપો ય યાદ નથી કરતો.
લોકો એ તો દેશ માટે પોતાની જાન આપી છે. આપણે એટલું બલિદાન તો નથી જ આપવાનું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય કહેતા કે, “આપણે એવું ભવ્ય ભારત બનાવાનું છે કે જે આપણા પૂર્વજો ના બનાવેલા ભારત કરતા પણ ગૌરવશાળી હોય.”