'એનું કારણ શું છે' Poem #Officially Published! I hope that everyone like this!
આ હાથો હવે કલમ સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?
આ ઝરણાંઓ, નદીઓ અને રૂપેરી વાદળીઓ, હવે સાગર સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?
મને રોજ સવારે સુગંધ આપતા, આ પતંગિયાઓ, હવે ફૂલો સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?
ઉજાસ અને અંધકાર વચ્ચે આ મેઘધનુષ્યના સાત રંગો, હવે મારા ઘર સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?
મંદિરોની ધંટડીમાં અને પ્રિયતમાના લગ્નની મહેફિલમાં, ગયેલા મારા મિત્રો,
હવે મારી આંખો સુધી પહોંચતા નથી... એનું કારણ શું છે?